UAEના શારજાહમાં ફસાયા 6 ગુજરાતીઓ
એજન્ટોએ લોભામણી લાલચ આપી પૈસા પડાવી ફરાર
પીડિતોએ સરકાર પાસે માંગી મદદ
આજકાલ વિદેશ જવાનો ખૂબ ટ્રેન્ડ જોવા મળે છે, ત્યારે ઘણી વખત વિદેશ જવાની ઘેલછામાં કેટલાક લોકો ગેરકાનુંની કામ પણ કરી લેતા હોય છે. અને જેનું પરિણામ ખરાબ આવે છે. ત્યારે એજન્ટની લોભામણી લાલચમાં આવીને દુબઇ જતા લોકો સાવધાન થઈ જજો! શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાયા છે. મહત્વનું છે કે, યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. જ્યાં હાલ 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે.
ગુજરાતમાં એજન્ટની લોભામણી લાલચમાં આવી વિદેશ જતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. UAEના શારજહાંમાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે. આ તમામ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા. જો કે રોજગારીના સપના લઈને દુબઈ ગયેલા 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે.
આમ નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. UAEમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ યુએઈ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ વડોદરા અને આણંદના યુવકો દુબઈમાં ફસાતાં તેમના પરિવાર ચિંતિત થવા પામ્યા છે