કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. NCPથી નારાજ કાંધલે 2 દિવસ પહેલા કુતિયાણામાંથી ફોર્મ ભર્યુ હતુ. એનસીપી અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધા બાદ કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યું હતુ. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધન અંગે તેમને જાણ નથી. ત્યારે કાંધલ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે.
નોંધનીય છે કે, કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રભારી સહિત નેતાઓ સાથે બેઠક થઇ હતી. ઘણાં સમયથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી હતી.
બે ચૂંટણીથી અહીંથી જીતી રહ્યા છે કાંધલ
આપને જણાવીએ કે, કાંધલ જાડેજા ગત બે ચૂંટણીમાં અહીંથી જીત મેળવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી બહુમતીથી હરાવ્યા હતા.