ગુજરાત હાઈકોર્ટે બ્રિજના સમારકામ માટે જે રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની ટીકા કરી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ટોચના નોકરશાહ અને મુખ્ય સચિવને પૂછ્યું હતું કે, સાર્વજનિક પુલના સમારકામના કામ માટે ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું નથી? બિડ શા માટે આમંત્રિત કરવામાં આવ્યા ન હતા?” કોર્ટે વધુમાં કહ્યું કે, “આટલા મહત્વપૂર્ણ કામ માટેનો કરાર માત્ર દોઢ પેજમાં કેવી રીતે પૂર્ણ થયો?” શું રાજ્યની ઉદારતા કોઈ ટેન્ડર વિના અજંતા કંપનીને આપવામાં આવી હતી?”
કોર્ટે પોતે આ ઘટનાની નોંધ લીધી હતી અને છ વિભાગો પાસેથી જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રી આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મોરબી નગરપાલિકાએ ઘડિયાળની અજંતા બ્રાન્ડ માટે જાણીતા ઓરેવા ગ્રુપને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
30 ઓક્ટોબરના રોજ, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડતાં 135 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 31 ઓક્ટોબરના રોજ, પોલીસે મોરબી બ્રિજનું સંચાલન કરતા ઓરેવા જૂથના ચાર સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. બ્રિજની જાળવણી અને સંચાલન સાથે સંકળાયેલી કંપનીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ, હાઈકોર્ટે 7 નવેમ્બરના રોજ કહ્યું હતું કે, તેણે પુલ તૂટી પડવાના સમાચારના અહેવાલને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું અને તેને પીઆઈએલ તરીકે નોંધ્યું હતું. કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, “પ્રતિવાદી એક અને બે (મુખ્ય સચિવ અને ગૃહ સચિવ) આગામી સોમવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે. રાજ્ય માનવાધિકાર આયોગ આગામી સુનાવણીની તારીખ સુધીમાં આ અંગે રિપોર્ટ દાખલ કરશે.