વાવ વિધાનસભાની પેટાચૂંટણી આગામી 13મી નવેમ્બરે યોજાવા જઇ રહી છે. અને પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉમેદવારો નક્કી કરે છે. કોંગ્રેસ તરફથી લગભગ ગુલાબસિંહ રાજપૂત જાહેર થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં કે.પી.ગઢવી, ઠાકરશી રબારી અને વાવ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. જેમાં વાવ બેઠક પર ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. દાવેદારીમાં સૌથી વધુ ગુલાબસિંહ રાજપૂતનું નામ મોખરે ગણવામાં આવી રહ્યું છે. દાવેદારીમાં ઠાકરશી રબારી, કે.પી. ગઢવી, દાવેદારી નોધાવી હતી.
ગુલાબસિંહ રાજપૂત વર્ષ 2019માં થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. યુવા કોંગ્રેસ,એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યુ હતુ. વાવ-થરાદ વિધાનસભા એક હતી ત્યારે તેમના દાદા 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા. ગેનીબેન ઠાકોરને જીતાડવામાં મોટો સિંહ ફાળો આપ્યો હતો. આ સાથે વર્ષ 2022માં પણ વિધાનસભાની ચૂંટણી હારી ગયા પછી સક્રિય રહ્યા હતા.
આ પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 ઓકટોમ્બરે છે. 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ગત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોર સામે 15 હજારથી વધુ લીડથી વિજેતા થયા હતા. જો કે ત્યાર લોકસભાની ચૂંટણીમાં ફરીથી ગેનીબેનને ટિકિટ આપી મેદાનમાં ઉતારતા વિજય થયા હતા. જેના કારણે વાવ વિધાનસભા સીટ ખાલી પડી હતી.