ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ઝોનલ અને લોકસભા ઓર્બ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ તમામ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. આ દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કોંગ્રેસ જાહેર કરી છે. જેમાં ઝોનલ અધિકારીઓ સાથે લોકસભા બેઠક દીઠ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નિરીક્ષકોની નિમણૂંક કરી દીધી છે. લોકસભા ચૂંટણી સહિત વિધાનસભાને ધ્યાનમાં રાખીને નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ કોંગ્રેસ દ્વારા લોકસભા દીઠ સિનિયર નિરીક્ષકોની નિમણૂક કરાઇ છે. જેમાં 32 સીનિયર નિરીક્ષકો અને 5 ઝોનલ નિરીક્ષકોને પણ જવાબદારી સોંપાઇ છે.
આજે કોંગ્રેસ દ્વારા ઝોનલ અને લોકસભા ઓર્બ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોન માટે મુકુલ વાસનિકની નિમણૂંક, સૌરાષ્ટ્ર ઝોન માટે મોહન પ્રકાશની નિમણૂંક, ઉત્તર ઝોન માટે બી.કે.હરીપ્રસાદની નિમણૂંક અને મધ્ય ઝોન માટે પૃથ્વિરાજ ચૌહાણની નિમણૂંક કરી છે.