અમદાવાદમાં શુક્રવારે IPL ક્વોલિફાયર-2 મેચ રમાશે
ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદ પહોંચશે
રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ રમાશે
ફરી એકવાર અમદાવાદના દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે. કારણ કે, આ વખતે સ્ટેડિયમમાં IPL 2022ની ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. જેના ભાગ રૂપે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચશે.
મહત્વનું છે કે, અમદાવાદ ખાતે આ વખતે IPL 2022ની ક્વોલિફાયર -2 મેચ તેમજ IPLની ફાઈનલ મેચ રમાવાની છે. જેના ભાગરૂપે આજે ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદ પહોંચશે મહત્વનું છે કે, શુક્રવારે ક્વોલિફાયર-2ની વિજેતા ટીમો મેચ રમાશે.ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આઈપીએલ 2022 ફાઈનલ મેચ રમાશે.
મહત્વનું છે કે, ફાઇનલ અગાઉ સમાપન સમારંભનો રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ કલાકારો કાર્યક્રમમાં પર્ફોમન્સ આપશે. આ સાથે આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં ભારતીય ક્રિકેટની સફરને દર્શાવાશે.