ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન
પોરબંદર નજીક દરિયા કિનારે 22 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા
20 ભારતીય, 1 શ્રીલંકન અને 1 પાકિસ્તાની નાગરિકને બચાવ્યો
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા વેપારી જહાજ MT ગ્લોબલ કિંગ-1ના 22 ક્રૂ મેમ્બર્સને સંકટમાંથી બચાવી લેવાયા, બચાવ કામગીરી હાથ ધરવા માટે ICG જહાજો અને ALH ધ્રુવને પોરબંદરથી દરિયામાં 93 નોટિકલ માઇલ સુધી લોન્ચ કરવામાં આવ્યા હતા. આ તમામ માહિતી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનાં અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. બચાવવામાં આવેલ 22 નાગરિકોમાંથી 20 ભારતીય નાગરિકો છે. ઉપરાંત તેમાં 1 શ્રીલંકન અને 1 પાકિસ્તાની નગરિકનો પણ સમાવેશ થાય છે.
#WATCH | Indian Coast Guard ALH Dhruv chopper rescuing distressed merchant vessel crew from the Arabian Sea near the sinking vessel MT Global King I in Arabian Sea 93 nautical miles off the Gujarat coast: ICG officials
(Source: Indian Coast Guard) pic.twitter.com/14rEB5AUWA
— ANI (@ANI) July 6, 2022
પોરબંદરથી 93 નોટિકલ મેઇલ પશ્ચિમમાં અને ખોર ફક્કન UAE જતાં જહાજને 22 ક્રૂ સાથે 6000T બીટુમેન સાથે લઈ જવામાં આવી રહ્યું હતું. અન્ય એજન્સીઓ સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ICG એ બચાવ કામગીરી માટે નવા જ કમિશન્ડ ALH ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા. આ સમગ્ર બચાવ કામગીરીમાં INS ધ્રુવની મદદ લેવામાં આવી હતી.