મેમનગર ખાતે અનુપમ સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ
• સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયુ લોકાર્પણ
• ગુગલ રૂમ, ડિજિટલ બોર્ડ, પ્રયોગશાળાથી સજ્જ
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ત્રીજો દિવસ છે. આજે અમદાવાદ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપીને વધુ એક સ્માર્ટ શાળાની શહેરને ભેટ આપી છે. મેમનગરની અનુપમ સ્માર્ટ સ્કૂલનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ. મહત્વનું છે કે હવે રાજ્યની ઘણી એવી સરકારી શાળાઓ છે જેમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓ પડાપડી કરે છે. રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાસભર અને હાઇટેક શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક હાઇટેક સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મેમનગરની અનુપમ સ્માર્ટ સ્કૂલમાં ગુગલ રૂમ, ડિજિટલ બોર્ડ અને પ્રયોગશાળાથી સજ્જ છે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરે એવા પ્રયત્નો થઇ રહ્યા છે. સ્માર્ટ શાળામાં તમામ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં પહેલા એડમિશન ઓછા થતા હતા.
પરંતુ આ વર્ષે 5900 ખાનગી શાળાના બાળકોએ મનપાની શાળામાં પ્રવેશ મેળવ્યો. અને અત્યાર સુધીમાં 41 હજારથી પણ વધારે ખાનગી શાળાના બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો. સિગ્નલ સ્કૂલ શરૂ કરીને ભિક્ષા માંગતા નાના બાળકોને પણ શાળામાં પ્રવેશ અપાવ્યો.
મહત્વનું છે કે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો આજે અંતિમ દિવસ છે. નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ 3 દિવસ રાજ્યભરમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. 17માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સીએના હસ્તે જ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સીએમના હસ્તે સિગ્નલ સ્કૂલના બાળકનો પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેમનગરની સ્માર્ટ સ્કૂલમાં પણ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ કાર્યક્રમ કરવામાં આવ્યો આ ઉપરાંત સીએમના હસ્તે એએમસી સ્કૂલ બોર્ડની સ્માર્ટ સ્કૂલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.