વરાછામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો
મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોચી
સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લો, આણંદ જીલ્લો, માંડવી પંથકમાં વરસાદ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદ ખાબકયો હતો. સુરતના બારડોલી, કામરેજ, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, ઓલપાડ, માંડવી, માંગરોળમાં વરસાદ નોંધાયો હતો. સુરતના વરાછામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યું, તો શહેરમાં પાંચ ઈંચ વરસાત વરસતા મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોંચી છે.
સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ઓલપાડમાં વરસાદી માહોલથી મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા.
આણંદ જિલ્લામાં વીતી મધરાતે મેહુલીયાએ જમાવટ કરી હતી.બોરસદ અને આંકલાવમાં અષાઢી મેઘે મ્હેર વર્ષાવી હતી. બોરસદમાં 8 કલાક 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા. લોકોના ઘર આંગણે પાણી ભરાઇ જતા બહાર નીકળવા મુશ્કેલી ઉભી થઇ હતી. આણંદ સહિત ઉમરેઠ, ખંભાત, તારાપુર, પેટલાદ, સોજીત્રામાં પણ ધોધમાર વરસાદ ખાબકયો હતો
સુરતના માંડવી તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. માંડવી તાલુકાના મુજલાવ,,વાવીયા ખાડી પર પાણી ફરી વળ્યાં હતા. ભારે વરસાદ વરસતા પાણી ફરી વળતા લોકોને માંડવી તરફ 15 થી 20 કીમિનો ફેરવો કરવાની ફરજ પડી હતી.
આણંદ જિલ્લામાં વીતી મધરાતે મેહુલીયાએ જમાવટ કરી હતી.બોરસદ અને આંકલાવમાં અષાઢી મેઘે મ્હેર વર્ષાવી હતી.અષાઢી બીજે વરસાદ વરસતા ભક્તો અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. ધોધમાર વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં સરેરાશ ૩.૬ ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. સૌથી વધુ વલસાડમાં ૮ ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વલસાડના મોગરાવાડી અને છીપવાડ ગરનાળું પાણીથી ભરાઇ જતા ૪૦ ગામોના લોકોને અસર થઇ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં છ કલાકમાં ૬.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત જિલ્લાના પારડીમાં ૩.૫ ઈંચ, વાપીમાં ૧.૫ ઈંચ, ધરમપુરમાં ૨ ઈંચ, ઉમરગામ અને કપરાડામાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હતો. જયારે ગઈકાલે બુધવારે સવારે ૮ વાગ્યાથી આજે ગુરૃવારે સવારે ૮ વાગ્યા સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં દમણ અને દમણ અને દા.ન.હવેલીમાં ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જીલ્લાના મધુબન ડેમની સપાટી સાંજે ૬૯.૩૦ મીટર નોંધાઈ હતી.