ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બુધવારે માવલ ચોકી પરથી બે કાર પકડાઇ હતી, આ બે કારમાંથી 5 કરોડ 94 લાખની રોકડ રકમ મળી આવી હતી.
રોકડ સાથે અમદાવાદના ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ સાથે જોધપુર આઇટી વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવાની હતી તે અંગેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતમા વિધાનસભાંની ચૂંટણી પહેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સતત 8 કલાક મશીન સાથે રોકડની ગણતરી બાદ બંને કારોમાંથી રૂ. 5 કરોડ 94 લાખની રકમ કરાઇ જપ્ત કરવામાં આવી છે. ગઇ કાલે ગુજરાત-રાજસ્થાન બોર્ડરની માવલ ચોકી પરથી ગુજરાત પારસીંગની રોકડ ભરેલી બે કાર રોકડ ઝડપાઇ હતી.
કારમાં સીટો નીચે કાગળોના પેકેટ બનાવીને તેમાં રોકડના બંડલ સંતાડેલા હતા.મળતી માહિતી પ્રમાણે, પોલીસે બે કારમાંથી 5.94 કરોડની રોકડ સાથે અમદાવાદના સાહિલ પ્રજાપતિ, પ્રવીણ રબારી, છગનલાલ પ્રજાપતિ અને દલપતરામ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી હતી.