ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીએએ મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જે બાદ ઉમેદવારોએ ડોર ટુ ડોર, રેલી મારફતે પ્રચાર શરૂ કર્યો છે. આવામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે રજીસ્ટર બનાવવાનું રહેશે. સરકાર તરફથી પણ ઉમેદવારોએ કરેલા ખર્ચના હિસાબ રાખવામાં આવશે. કોમન વસ્તુના દર પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. સાથે જ 3-3 વખત સરકાર અને ઉમેદવારો ખર્ચ રજૂ કરી શકશે.
ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરે છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગી પણ કરી દેવામાં આવી છે. ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે, ત્યારે સભા, રેલી, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવતો હોય છે. ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરી દેતા હોય છે. ચૂંટણીપંચ દ્વારા પણ ઉમેદવારોના પ્રચાર પર નજર રાખવામાં આવતી હોય છે.
ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા તમામ ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું રહેશે અને રોજે રોજનો ખર્ચ પણ લખવાનો હોય છે. ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે. સભા-મંડપ, ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટરના તેમજ પ્રચાર સાહિત્યના, પ્રિન્ટીંગ, સાઉન્ડ સિસ્ટમ, હોટલ, ભોજનમાં ખર્ચ કરવામાં આવતો હોય છે. જેના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. નક્કી કરેલા ભાવ પ્રમાણે ઉમેદવારોએ ખર્ચ કેટલો કર્યો છે તે નક્કી થશે.
કઇ વસ્તુનો શું ભાવ નક્કી કરાયો?
– ચા-ફોફી 1 કપ, 15 રૂ.
– ચા-કોફી અડધો કપ, 10 રૂ.
– દૂધ એક ગ્લાસ, 20 રૂ.
– બ્રેડ બટન, 25 રૂ.
– બિસ્કીટ, 20 રૂ.
– બટાકા પૌવા, 20 રૂ.
– ઉપમા 1 પ્લેટ, 20 રૂ.
– લીંબુ-પાણી 1 ગ્લાસ, 10 રૂ.
– મોટા સમોસા 2 નંગ, 40 રૂ.
– કટલેસ 2 નંગ, 30 રૂ.
– ભજીયા 100 ગ્રામ, 30 રૂ.
– ગુજરાતી થાળી સાદી પૂરી અથવા રોટલી બેશાક દાળ ભાત પાપડ સલાડ, 90 રૂ
– દહીં-છાશ 150 મિલી, 15 રૂ.
– તાવો, ચાપડી, ઊંધિયું, 90 રૂ.
– પાવભાજી, 70 રૂ.
– પુરી શાક, 40 રૂ.
– પરોઠા શાક, 70 રૂ.