ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 ઉમેદવારોનું ભાવી સીલ થઈ ગયું છે ત્યારે હવે બીજા તબક્કાની ચૂંટણી આગામી 5 તારીખે યોજાશે. જેમાં 93 બેઠકો માટે મતદાન થશે અને ત્યારબાદ 8મી તારીખે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળશે. વડોદરા શહેર-જિલ્લાની તમામ 10 બેઠકો પર આગામી 5 તારીખે મતદાન થવાનું છે. એટલે કે આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને તેની સાથે જ ગુજરાતમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખેલ સ્ટાર પ્રચારકો પણ 5 વાગ્યા પહેલા જ ગુજરાતમાંથી વિદાય લઇ લેશે.
સામાન્ય રીતે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર બંધ કરવાનો નિયમ છે. એટલે નિયમ અનુસાર આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. સામાન્ય રીતે પ્રચાર પડઘમ શાંત થયાના બીજા દિવસે મતદારોને 24 કલાક સુધી ક્યાં ઉમેદવારને મતદાન કરવું એ અંગે વિચારવા માટેનો સમય આપવાનો હોય છે. પરંતુ રાજકારણીઓ, કાર્યકરો આ એક દિવસમાં પણ ઘરે ઘરે ચૂંટણી પ્રચાર કરવા પહોંચી જાય છે અને મતદારોને રીઝવવામાં લાગી જાય છે.
જાણો કઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે