રાજ્ય સરકાર આગામી સમયમાં ફેમિલી કાર્ડ યોજના લાગુ કરવા જઈ રહી છે. આ યોજનાની જવાબદારી મુખ્ય સચિવ પંકજ કુમાર અને યોજનાના ચેર પર્સન તરીકે સુનેના તોમરને જવાબદારી સોંપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, રાજ્ય સરકારની યોજનોથી કોઈ પણ લાભાર્થી બાકાત ન રહી જાય તે માટેની એક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જે રીતે રેશન કાર્ડ આધારે લોકોને યોજનનો લાભ મળે છે તેવી જ રીતે ફેમિલી કાર્ડ આધારે લોકોને સરકારી યોજનનો લાભ મળે તે માટે યોજના લાગુ કરવામાં આવશે.
ફેમિલી કાર્ડ કેવી રીતે ઉપયોગી થશે
ફેમિલી કાર્ડમાં દરેક પરિવાના સભ્યની વિગત, પરિવારની આવક મર્યાદા, પરિવારમાં શિક્ષણની સ્થિતિ, પરિવારના વ્યવસાયની વિગત, પરિવારને કઈ કઈ યોજનાનો લાભ મળે છે, તેની વિગત, પરિવાર કઈ કેટેગરીમાં આવે છે, તેની વિગત જેવી માહિતી કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. આ માહિતી આધારે સરકારની યોજનામાં બંધ બેસતા લાભાર્થીને સીધો ટેકનોલોજી મારફતે જાણ કરવામાં આવશે.
તમામ ડોક્યુમેન્ટ લિંક કરવામાં આવશે
દરેક પરિવાના સરકારી યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ આ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, વ્યક્તિના અભ્યાસને લાગતા દસ્તાવેજ, જમીનને લાગતા દસ્તાવેજ વગેરે જેવા દસ્તાવેજનો એક ડેટા બેન્ક તૈયાર કરવામાં આવશે. આ ડેટા સરકાર પાસે રહેશે. જેથી આ ડેટા આધારે આપો આપ જે તે વ્યક્તિને સરકારી યોજનનો સીધો લાભ મળશે. આ ઉપરાંત વ્યતિએ યોજનો લાભ મેળવવા માટે માત્ર ફેમિલી કાર્ડ જ રજૂ કરવાનું રહેશે.
જરૂરી દાસ્તવેજ માટે લોકોને ધક્કા ખાવા પડતા હતા
અત્યાર સુધી સરકારી યોજનનો લાભ મેળવવા માટે લોકોએ જરૂરી ડોક્યુમેન્ટ માટે સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા. સમયસર દાખલ કે ડોક્યુમેન્ટ ન મળવાને લીધે વ્યક્તિ સરકારી યોજનનો લાભ મેળવી શકતો ન હતો. જો કે , રાજ્ય સરકારને પણ સરકારી કચેરીમાં લોકોના કામ થતા નથી તેવી અનેક ફરિયાદો મળતી હોય છે . આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એક જ કાર્ડ આધારે વ્યક્તિને લાભ મળે તે માટે ફેમિલી કાર્ડ યોજના સરકાર આગામી સમયમાં લાગુ કરવા જઈ રહી છે.
કેબીનેટ બેઠકમાં ફેમિલી કાર્ડ યોજનાને મંજૂરી મળી
રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ફેમિલી કાર્ડ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દેશમાં બે રાજ્યમાં ફેમિલી કાર્ડનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. હવે ગુજરાતમાં પણ લોકોની સરળતા માટે ફેમિલી કાર્ડ જેવી યોજના સરકાર તૈયાર કરી રહી છે. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પણ આગામી સમયમાં ફેમિલી કાર્ડ યોજના લાગુ કરવાની વાત કરી હતી.