ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરું થઇ ચૂક્યૂ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ દ્વારા ગૌરવયાત્રા થકી ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દેવાયું છે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીએ ડિજિટલ રથ ફ્લેગ ઓફ કરાવી દીધા છે. તો બીજી બાજુ પાંચ વિવિધ સ્થળોથી ભાજપ ગૌરવ યાત્રાની પણ આજથી શરૂઆત કરાઇ રહી છે. આ સાથે જે. પી. નડ્ડા પણ ગુજરાતમાં છે. તેઓએ પણ બે યાત્રાઓને ગ્રીન સિગ્નલ આપી છે.
વિધાનસભાની ચૂંટણી નો માહોલ ભાજપ તરફી બનાવવા ભાજપની આ યાત્રા દરેક ઝોનમાં સરેરાશ 10 દિવસ ચાલશે .જે 144 વિધાનસભા બેઠકને આવરી લેશે. આ તમામ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લઈને પ્રજા વચ્ચે જવાની સૂચના આપવામાં આવતા દરેક મંત્રી કામે લાગી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જે. પી. નડ્ડા ગુજરાતમાં છે. તેઓ આવી જ 2 યાત્રાઓને ગ્રિન સિગ્નલ આપી છે. આ યાત્રા 10 દિવસસુધી ચાલશે અને 144 વિધાનસભા બેઠકોને આવરી લેશે.
આ પહેલી યાત્રા છે કે જે, મહેસાણાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાનાં મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી કાઢવામાં આવશે. આ બંને યાત્રાઓને જેપી નડ્ડા લીલી ઝંડી આપશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાઝરકાથી સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારીથી દ.ગુજરાતના વિસ્તારોને આવરી લેશે. જ્યારે પાંચમી યાત્રા ઉનઈથી અંબાજી સુધી કાઢવામાં આવશે.
તા.13મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ગુજરાત આવશે. તેઓ ઝાઝરકાથી સોમનાથની યાત્રાઓને લીલી ઝંડી આપશે. જ્યારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અને કેન્દ્રીય મંત્રીઓને પણ આમા શામેલ થવાની સૂચના આપવામા આવી છે. જેને લઈને ભૂપેન્દ્ર યાદવ, પિયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રુપાલા સહિતના કેન્દ્રિય મંત્રીઓ આ યાત્રામાં સામેલ થશે.