Gujarat BJP Assembly Candidate List : ભાજપે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને જ ઉમેદવાર બનાવ્યા છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠકો પર લોકસભાની સાથે 7 મેના રોજ મતદાન થશે. ધારાસભ્યોના રાજીનામાના કારણે ગુજરાતમાં કુલ 6 બેઠકો ખાલી પડી હતી, ચૂંટણી પંચે વિસાવદર બેઠક સિવાયની તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરી હતી. ભાજપના પાંચ ઉમેદવારોમાંથી ચાર કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો છે જેમણે રાજીનામું આપીને પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત વડોદરાના વાઘોડિયામાંથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ સામેલ છે.
ભાજપે ક્યાંથી કોને ઉમેદવાર જાહેર કર્યા?
- પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપે મેદાને ઉતાર્યા
- વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે આપી ટિકિટ
- ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે આપી ટિકિટ
- માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
- વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ
- કોંગ્રેસે તેના પત્તા ખોલ્યા નથી
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચમાંથી ચાર બેઠકો જીતી હતી. પાર્ટીની ટિકિટ પર જીતેલા આ નેતાઓએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટીએ જીતેલી ચાર બેઠકો પર પોતાનો પત્તો ખોલ્યો નથી. ભાજપ તરફથી ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ તરફથી નામોની જાહેરાત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે પાર્ટી સામે બળવો કરનારા આ નેતાઓને કોંગ્રેસ કેટલો કઠોર પડકાર આપે છે. કોંગ્રેસ માટે થોડી રાહતની વાત છે કે તેને આ પેટાચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું સમર્થન પણ મળશે. વિધાનસભા ચૂંટણીમાં AAP લડવાના કારણે કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં AAPને બે લોકસભા સીટો આપી છે. જેમાં ભરૂચ અને ભાવનગરની બેઠકોનો સમાવેશ થાય છે.