ગુજરાતમાં નવા રોડ રસ્તા બનાવવાની મંજૂરી મળી
કેન્દ્ર સરકારે 3700 કરોડના રોડને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
કેન્દ્ર સરકારે 1 લાખ 23 હજાર કિમી રસ્તાને મંજૂરી
ગુજરાતમાં વિકાસના કાર્યોએ રફતાર પકડી છે. વિવિધ રાજ્યોમાં વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. જનતાની સુવિધા અને સુખાકારી માટે વિકાસના કામોની ભેટ મળી રહી છે. તેમાં પણ જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ચારેય તરફ વિકાસના કાર્યોની કામગીરી ચાલી રહી છે. ક્યાંક બુલેટ ટ્રેન તો ક્યાંક ઓવરબ્રિજ. ક્યાંક સિક્સલેન વે તો ક્યાંક મલ્ટીલેવલ પાર્કિંગ. ત્યારે હવે ગુજરાતની જનતાને વધુ એકવાર ટ્રાન્સપોર્ટેશનને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં નવા રોડની કામગીરી માટે મંજૂરી મળી ગઇ છે. કેન્દ્ર સરકારે 3700 કરોડના રોડને મંજૂરી આપી છે. આ અંગે રોડ અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે કેન્દ્રસરકારે રાજ્યમાં 1 વાખ 23 કિમી રસ્તાની મંજૂરી આપી છે. તો આ પ્રસંગે તેઓ કોંગ્રેસ પર નિશાનો તાકવાનું ચૂક્યા ન હતા. પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને અન્યાય થતો હતો.
નેશનલ હાઇવે જામનગરથી કાલાવડ સુધી ફોર લાઈન રોડ બનશે. જામનગરથી કાલાવડ રૂપિયા 250 કરોડ ખર્ચે ફોરલેન બનશે. જ્યારે અમદાવાદમાં વિશાલા જંક્શનથી ઉજલા જંક્શન રોડ સુધી 6 માર્ગીય રોડ બનશે જેની પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આમ કેન્દ્ર સરકારે રાજ્યમાં 34 જેટલા નેશનલ હાઇવે મંજૂર કર્યા છે.