ગુજરાત અને હિમાચલમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું રાજ છે. તો વળી હિમાચલમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે. હકીકતમાં પંજાબમાં સરકાર બનાવ્યા બાદ ઉત્સાહથી ભરેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સંભાવનાઓ દેખાઈ રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી ‘આપ’ ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે.
આ વખતે ગુજરાતમાં ત્રિકોણીય ચૂંટણી માનવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે બંને રાજ્યમાં કોની સરકાર બનશે, તેને લઈને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, બંને રાજ્યો ગુજરાત અને હિમાચલમાં ભાજપ સરકાર બનશે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં પોતાની જનસુરાજ યાત્રાના 15માં દિવસે મીડિયા સાથે વાત કરતા પ્રશાંત કિશોરે આ વાત કહી હતી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, ગુજરાત અને હિમાચલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત નોંધાવશે અને સરકાર બનાવશે. પીકેએ કહ્યું કે, બંને રાજ્યમાં ભાજપ પક્ષમાં હવા ચાલી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે, પણ તેનાથી ભાજપને ખાસ કંઈ નુકસાન થશે નહીં. તો વળી હિમાચલમાં પણ આપની અસર નથી.
પીકેએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી છે, પણ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી છોડીને કેરલમાં ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. ચૂંટણી રણનીતિકાર પીકેએ નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, નીતિશ કુમાર ખુરશીના લાલચી છે. પણ હવે તેમનું રાજકારણ સમાપ્ત થઈ ગયું છે. એટલા માટે જ તેમણે સીએમ બની રહેવા માટે 9મું ફેલને બિહારના નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા.