- રથયાત્રા મુદ્દે DGP આશિષ ભાટીયાની પત્રકાર પરિષદ
- રથયાત્રામાં 3 રથ અને 101 ટ્રક જોડાશેઃ આશિષ ભાટીયા
- 150 PI, 300 PSI, 2 હજાર પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે થોડા દિવસો બાકી છે. તમામ પરંપરાગત વિધી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તરફ આજે રથયાત્રા મુદ્દે DGP આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, 145મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવાશે. જેમાં સ્થાનિક પોલીસ, SRP, હોમ ગાર્ડ, પેરા મિલિટરીની ફોર્સ તૈનાત રહેશે.
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે 10 લાખથી વધુ લોકો રથયાત્રામાં ભાગ લેતા હોય છે. જોકે 2020માં કોરોનાના કારણે રથયાત્રા નહોતી નીકળી. આ તરફ હવે આ વર્ષે 145મી રથયાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દીધી હોય રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. આશિષ ભાટીયાએ જણાવ્યુ હતું કે, 19 કિમીની રથયાત્રામાં 3 રથ અને 101 ટ્રક જોડાશે. જેને લઈ RTO, મનપા, ST તમામનો સહકાર લેવામાં આવ્યો છે. સાથે સાથે ટ્રાફિક ડાયવર્જનની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદમાં 145મી રથયાત્રાને લઈ આજે DGP આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમને જણાવ્યુ હતું કે, રથયાત્રામાં 4 DIG, 20 SP, 38 DCP, 60 DYSPનો કાફલો બંદોબસ્તમાં જોડાશે. 150 PI, 300 PSI, 2 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ સાથે SRPની 21 કંપની અને પેરા મિલિટરી ફોર્સની 25 ટીમ તૈનાત રહેશે. તો સેન્ટ્રલ પેરા મિલ્ટ્રી ફોર્સની 22 કંપની બંદોબસ્તમાં જોડાશે.
DGP આશિષ ભાટીયાએ જણાવ્યુ હતું કે, રથયાત્રામાં જવાનો બોડી ઓન કેમેરાથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખશે. આ સાથે સાયબર પોલીસની સોશિયલ મીડિયા પણ એક્ટિવ હશે. તો રથયાત્રામાં સ્થાનિક પોલીસ, SRP, હોમ ગાર્ડ, પેરા મિલિટરીની ફોર્સ તૈનાત રહેશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે થોડા દિવસો બાકી છે. તમામ પરંપરાગત વિધી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાનનું મામેરુ ભરાઇ ગયા બાદ આજે યજમાન વાઘા લઇને ભગવાન જગન્નાથના મંદિર પહોંચ્યા હતા. વાજતે ગાજતે વાઘા લઇને નિજ મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી.