- મઢડા મંદિરનાં બનુઆઇ માતાજીએ નશ્વર દેહ છોડ્યો
- બનુઆઇ માતાજીને આજે અપાશે સમાધી
- ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોક સંતપ્ત
ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારે માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોક સંતપ્ત થયો છે. 93 વર્ષની વયે બનુઆઈ માતાજીએ લીધા અંતિમ શ્વાસ લીધા હતા. સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા. બનુઆઇ માતાજીને મંગળવારે મઢડા મંદિરમાં માતાજીને સમાધી અપાશે જૂનાગઢના મઢડા ખાતે આવેલ છે આ ધામ – મઢડાવાળી સોનલ માતાજીનું મઢડા ગામ જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.
જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છે કે, ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર એવું સોનલધામ મઢડાથી પૂ. બનુમા આજે પરલોક સિધાવ્યા છે. જેનું દુઃખ ચારણ સમાજને છે. બનુમાના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. 20 વિઘામાં ફેલાયેલું છે પરમ ધામ- – મંદિરમાં બિરાજીત આઈ સોનલ માંની દયામયી મૂરતના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે.
આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રધ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમને પૂર્ણ કરવાં ભક્તો હમેશાં તતપર રહે છે.