દિવાળીના તહેવારોને લઇ ST અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બસોમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે. જેમાં રાજકોટ, પોરબંદર અને દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની ભીડ ભારે વધી ગઇ છે. આથી ટ્રાવેલ કંપનીઓએ પણ ડબલ બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. ST નિગમે પણ એક્સ્ટ્રા બસો દોડાવી છે.
ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે. ખાનગી બસોમાં પોરબંદર જવા માટે ટિકિટનો ભાવ રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી થઇ ગયો છે. ખાનગી બસોમાં સોમનાથ અને દ્વારકા જવા માટેનું ભાડું રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા કરી દેવાયું છે. જ્યારે ખાનગી બસોમાં જામનગર, જૂનાગઢનો પણ ભાવ રૂપિયા 1 હજાર સુધીનો થઇ ગયો છે. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ છે. લોકો કલાકો સુધી ઊભા રહીને બસની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે મુસાફરોને માંડ-માંડ બસો મળી રહી છે.
જાણો ખાનગી ટ્રાવેલ્સોએ કેટલો કર્યો ભાવ વધારો?
• પોરબંદર જવા માટે ટિકિટનો ભાવ રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી
• સોમનાથ-દ્વારકા જવા માટેનું ભાડું રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી
• જામનગર અને જૂનાગઢનો ભાવ પણ રૂપિયા 1 હજાર સુધીનો થઇ ગયો