રાજ્યમાં આ વર્ષે ચોમાસુ શારૂ રહેવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 24થી 30 જૂન સુધી ધોધમાર વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમ સારો વરસાદ પડી ગયો છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારું રહેવાના અણસાર દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી તા. 24થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સાથે આવતીકાલે 22મી જૂન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
વધુમાં અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જૂલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આથી તેમણે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. ગયા વર્ષે વાવાઝોડાની અસરને પગલે ગત વર્ષે ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે.
આગામી તા. 24થી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, આ વર્ષ ચોમાસું સારું રહેશે. આવતીકાલે 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.
આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તો સારું કહેવાય. વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષતમાં છે. આ નક્ષત્ર 22મી જૂનથી બેસે છે. ઓગસ્ટ માસના પ્રથમ માસમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.