ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે
અરવિંદ કેજરીવાલનું વીજળીને લઇ મોટું નિવેદન
દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં જો અમારી સરકાર બની તો સરકાર બનતાની સાથે જ 3 મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે. બીજી ગેરંટી જો વીજળી જ આવે તો દરેક પરિવારને 24 કલાક સુધી મફત વીજળી મળશે.’
વધુમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘હમણાંથી ઘણી વાર હું ગુજરાત આવ્યો છું. લોકો મને કહેતા હતા કે ગુજરાતને બચાવી લો. ગુજરાતમાં લોકો ખૂબ ડરમાં છે. હવે લોકો ગુજરાતમાં બદલાવ ઇચ્છે છે. ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ગુજરાતમાં વીજળી ખૂબ મોંઘી થઇ ગઇ છે. પંજાબમાં સરકારે 3 મહિનામાં વીજળી ફ્રી કરી દીધી આથી હવે ગુજરાતના લોકો પણ ફ્રી વીજળી ઇચ્છે છે.’
કેજરીવાલે કહ્યું, ‘સરકારે 15 લાખ આપવાની વાતો કરી હતી પરંતુ અમે કોઇ રાજનીતિ નથી કરી રહ્યાં. કારણ કે AAP ઇમાનદાર લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરીથી વોટ માંગવા નહીં આવીએ.’
અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને ગેરંટી આપતા જણાવ્યું કે, ‘જો અમારી સરકાર બની તો સરકાર બનતા જ 3 મહિનાની અંદર અમે તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું. તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીશું તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરી દેવાશે. ફ્રી વીજળી આપવી એ એક મેજિક છે અને આ મેજિક ઉપરવાળાએ મને જ આપી છે. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે અમે હવે ગુજરાતમાં કરીશું.’
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સસ્તી વીજળી અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં જો અમારી સરકાર બની તો સરકાર બનતાની સાથે જ 3 મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે. બીજી ગેરંટી જો વીજળી જ આવે તો દરેક પરિવારને 24 કલાક સુધી મફત વીજળી મળશે.’
We will provide 300 units of free electricity to all domestic consumers. We will ensure 24*7 electricity supply in all cities & villages, and all pending electricity bills up to 31st December 2021 will be waived off: AAP leader and Delhi CM Arvind Kejriwal in Surat, Gujarat pic.twitter.com/h2uE1FEys5
— ANI (@ANI) July 21, 2022
ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP નેતા કેજરીવાલે વીજ ગેરંટીના 3 મોટા વાયદા આપતા કહ્યું કે, જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો 3 મહિનામાં અમે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે, ગુજરાતનાં તમામ ગામડાઓ અને શહેરોમાં પાવરકટ વગર 24 કલાક વીજળી મળી રહેશે. સાથે 31 ડિસેમ્બર 2021 સુધીના બધા જૂના ઘરેલુ વીજ બિલ માફ કરી દેવાશે.’ કેજરીવાલે કહ્યું ‘મોટા ભાગના વાંધાજનક બીલો ખોટા છે. બીલ માફ કરવાથી સરકાર પર કોઇ બોજ નહીં પડે. ખોટા બીલના કારણે જે વીજ કનેક્શન કપાયા છે તે ચાલુ થઇ જશે.’
આ સિવાય અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘અમે ગુજરાતના પ્રશ્નો ઉઠાવતા રહીશું. ગુજરાતમાં ભારે બહુમતી સાથે AAP સરકાર બનાવશે. ખેડૂતોના વીજ બિલ બાબતે અલગથી ચર્ચા અને જાહેરાત કરાશે. ખાનગી કંપની હોય તો ચિંતા ન કરો બિલ ઝીરો આવશે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ ચાલુ રહેશે. તેમજ દારૂબંધીનો વધુ કડક અમલ કરાશે.’