જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન
CNG ગેસના ભાવમાં પ્રતિકિલો રૂપિયા 1.99નો વધારો કરવામાં આવ્યો
અદાણી પીએનજી દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે
એક તરફ જનતા કમરતોડ મોંઘવારીથી પરેશાન છે. જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી લગાવી દેતા ભાવ વધારાથી પરેશાન થઇ છે . દૂધ, દહીં, લોટ, અનાજ સહિતની તમામ જીવન જરૂરી વસ્તુઓ મોંઘી દાટ થઇ છે ત્યારે હવે લાગી રહ્યુ છે કે હવે ગૃહિણીઓએ ચૂલો ફૂંકવાનો વારો આવી શકે છે. કારણ કે અદાણી દ્વારા પીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
હજી તો ગઇકાલે જ અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિકિલો રૂપિયા 1.99નો વધારો કરવામાં આવ્યો.. અગાઉ પ્રતિ કિલો CNG ગેસના ભાવ રૂપિયા 83.90 હતો. ભાવ વધારાથી રિક્ષા-ટેક્સી ચાલકોથી લઈ મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ છે. રિક્ષા ચાલકોએ CNG ગેસમાં સબસિડી આપવા માગ કરી છે. ટેક્સમાં ઘટાડો કરીને CNGનો ભાવ ઘટાડવા પણ માગ કરી હતી. માગ નહીં સ્વીકારવા પર ચૂંટણીમાં પાવર બતાવવાની રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.
જી, હા અદાણી પીએનજી દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે . CNGમાં ભાવ વધારો બાદ હવે પીએનજીના પણ ભાવ વધાર્યા. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. આજથી નવો ભાવ લાગુ પડશે. અદાણી PNGનો નવો ભાવ 1.50 MMBTU સુધી વપરાશ પર રૂપિયા 1514.80 નવો ભાવ લાગુ થશે. 1.50 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા નવો ભાવ લાગુ પડશે. મહત્વનું છે કે અદાણી ગેસ દ્વારા જુલાઇમાં પણ પીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જુલાઇમાં PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો.
પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ, શાકભાજી બાદ હેવ CNGના ભાવ પણ સતત વધી રહ્યા છે. આગામી સમયમાં CNG અને PNGના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ગેસ ઓથોરિટી દ્વારા શહેરની ગેસ કંપનીઓને સપ્લાય કરવામાં આવતા કુદરતી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. માસિક સમીક્ષા દરમિયાન, GAIL એ કિંમતોમાં 18 ટકાનો વધારો કર્યો છે. વધતા ખર્ચને કારણે કંપનીઓ CNG અને PNGના ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે. ગ્રીન ગેસે સોમવારે લખનૌમાં CNGના દરમાં રૂ. 5.3 પ્રતિ કિલોનો વધારો કરીને રૂ. 96.1 પ્રતિ કિલો કરી દીધા છે. તો અમદાવાદમાં અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિકિલો રૂ.1.99નો વધારો કરતા પ્રતિ કિલો CNGની કિંમત રૂ. 83.90થી વધીને હવે રૂ.85.50 થઈ ગઇ છે.. ભાવ વધારાનું કારણ વૈશ્વિક બજારોમાં ગેસની કિંમતોમાં સતત ઉછાળો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ગયા વર્ષે કુદરતી ગેસની કિંમત પ્રતિ યુનિટ $1.79 ડોલર હતી. જે એપ્રિલમાં વધીને $6.1 પ્રતિ યુનિટ ડલર થઈ હતી. જ્યારે ઓગસ્ટમાં ગેસની કિંમત $10.5 પ્રતિ યુનિટ પહોંચતા હજુ પણ ગેસના ભાવમાં વધારો થઈ શકે છે.