વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે. જોકે મહત્વનું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.
છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો કદાચ આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે, ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે.