ગુજરાતમાં વરસાદ ભાદરવે ભરપૂર કર્યા બાદ હજુ પણ ખમૈયા કરે તેવું લાગતું નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આવનારા 2 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ રહે તેવી આગાહી છે.
અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી સમયમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. 22 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની સંભાવના છે.
માવઠા બાદ ઠંડીનો ચમકારા માટે રહેજો તૈયાર !
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં માવઠાની શક્યતા છે. નવેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાઈ શકે છે. રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠા સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડી પડવાની આગાહી છે.