હર્ષ સંઘવીના નિવાસ સ્થાને મહત્વની બેઠક
ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ
DGP સહિતના અધિકારીઓ બેઠકમાં સામેલ
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવતા રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. સાથે પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યુ પણ લગાવી દીધો છે. એવામાં હવે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ રહી છે. જેમાં DGP સહિતના અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા છે.
હર્ષ સંઘવીના નિવાસસ્થાને જે મહત્વની બેઠક યોજાઇ જેમાં DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે મહત્વની ચર્ચા કરાશે. રાજ્યના તમામ જિલ્લાના SP પણ બેઠકમાં સામેલ થયા. તમામ SP વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં સામેલ થયા છે.
તમને જણાવી દઇએ કે, રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે.
ઉદયપુરની ઘટના બાદ રાજસ્થાનમાં એલર્ટ છે. આ તમામની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુર પહોંચ્યા છે. તે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠક કરશે. તેમણે ઉદયપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તથા હુમલો કરનારા લોકોના નેટવર્કની તપાસ કરવા માટે SITની ટીમ બનાવીને જયપુર મોકલી છે.