ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો.
બનાસકાંઠાના પાંથાવાડા બોર્ડર પર એલસીબીએ પકડ્યો દારૂ
17 પેટી દારૂ સાથે બનાસકાંઠા LCBએ 2 આરોપીની કરી અટકાયત
રાજયમાં દારૂબંધી છે તેમછતાં રોજે દારૂની હેરફે થાય છે . ગુજરાતમાં રોજે લખો રૂપિયાના દારૂનું સેવન થઈ રહ્યું છે. ત્યારે કાનૂનના રક્ષક જ જ્યારે ભક્ષક બને છે. ત્યારે વિચાર કરવો આવશ્યક બને છે. ત્યારે આજે આવો જ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. CID ક્રાઈમના ઇન્ચાર્જ DySP રજા ઉપર હોવાથી તેમની સરકારી ગાડી લઈને ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી અને જયેશ ચૌધરી રાજસ્થાન દારૂ ભરવા ગયા હતા. રાજસ્થાનથી પરત ફરવા સમયે બનાસકાંઠા LCB પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી 17 પેટી દારૂ મળી આવ્યો હતો. જેથી પાંથાવાડા પોલીસે ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીની અટકાયત કરી છે.
બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર ઘણીવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે.
ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. જો કે, આ બનાવ કંઇક અલગ જ પ્રકારનો છે. કારણ કે આ વખતે કોઇ બુટલેગર નહીં પરંતુ અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPની ગાડીમાંથી LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો છે.આ અંગેની ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે, Dysp ક્રાઇમનો ડ્રાઇવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાંથાવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે, અહીં સવાલ એ પણ થઇ રહ્યો છે કે Dyspની આ ગાડીમાં કેટલાં સમયથી દારૂની હેરાફેરી ચાલી રહી હતી? તદુપરાંત દારૂ શા માટે અને કોના માટે લાવવામાં આવી રહ્યો હતો? ગાડીમાં ડ્રાઇવર અને તેના ભાઈ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પણ હતી કે નહીં? પોલીસ જો આ કેસમાં ઊંડી તપાસ કરે છે તો ચોક્કસથી આ મામલે વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.