- રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત
- રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી
- અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત
ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે. દિવસ જાય તેમ ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે ક્યાંક ક્યાંક શીત પવનો ગરમીમાં આંશિક રાહત આપી જાય છે પરંતુ ગુજરાતની ગરમી તો ભયંકર. બપોરે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર લીલા પડદાના વિસામા બનાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે.ત્યારે આગામી દિવસમાં ગરમીને લઇને હવામાન વિભાગે શું આગાહી કરી આવો જાણીએ.
રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. જો કે અમદાવાદમાં ગરમીએ તો કહેર વર્તાવ્યો છે. શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં 47 ડિગ્રી, ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર, ડીસા અને ઈડરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમરેલીમાં 44, રાજકોટ, વડોદરા અને ભૂજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું.
‘આસની’ નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. આ ચક્રવાત હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે. જો કે વેસ્ટ બંગાળના વાવાઝોડા આસનીની ગુજરાત પર કોઇ અસર નહી થાય હવામાન વિભાગે જણાવ્યું હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસારે અમદાવાદમાં રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.