અમદાવાદ શહેર દિવસે ને દિવસે વિસ્તરતુ જાય છે. વધતી જતી વસ્તી અને ટ્રાફિક સમસ્યાને કારણે હાઇવે પર મુશ્કેલીઓ વધી છે. જો કે રીંગરોડ પર સિંગ્નલ પણ મુકવામાં આવ્યા છે. પરંતુ ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક સિંગ્નલોને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. અમદાવાદ શહેરી સત્તામંડળે (AUDA) આ સમસ્યાને હળવી કરવા 10 ઓવરબ્રીજ મંજૂરી આપી છે.
હાલમાં એસ.પી.રીંગરોડ પરથી અંદાજિત 1.35 લાખ વાહન ચાલકો દરરોજ પસાર થઇ રહ્યા છે. જેના કારણે ટ્રાફિક અને સિંગ્નલને કારણે પ્રજા મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ વધતી જતી વસ્તી અને બહારગામથી આવતા વાહનોના ઘસારાને કારણે નવા ઓવરબ્રીજ બનાવવા આવશ્ય બન્યુ છે. 17 વર્ષમાં 26 બ્રીજ બની ગયા પછી બહારથી આવતા વાહનો સીધા બાયપાસ જવામાં અનુકૂળ રહેશે.
હાલ રૂ. 1000 કરોડથી વધુ રકમના 10 ઓવરબ્રીજ બની રહ્યા છે. અને એક અન્ડર પાસ બની રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ બંને જોડતો રીંગરોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્વનો બની રહેશે.
જેમાં બોપલ,દહેગામ,ઓઢવ,ઝૂંડાલ,શાંતિપુરા, સનાથલ,રણાસણ, સાયન્સ સીટી,મહેમુદપુરા,નેશનલ હાઇવે 01, કમોડ રિવર,ભાટ રિવર,વટવા રેલ્વે,શીલજ રેલવે, ત્રાગડ, વૈષ્ણદેવી,વસ્ત્રાલ મળી કુલ 17 બ્રીજ બની ગયા છે. રીંગરોડ છ નેશનલ હાઇવે ,11 જેટલા સ્ટેટ હાઇવે રોડ સાથે જોડાયેલો છે. રીંગરોડ પરથી સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતને અમદાવાદ સાથે જોડતો સરક્યુલર મુખ્ય માર્ગ બની ગયો છે.