અમદાવાદ જગન્નાથની શોડષોપચાર પૂજા શરુ
સાબરમતીના મધ્યથી પાણી લાવી ભગવાનનો કરાશે અભિષેખ
બપોરે 11 વાગ્યે ભગવાન જશે તેમના મોશાળ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આગામી પહેલી જુલાઈએ યોજાશે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી ગઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ દિલિપદાસજી મહારાજ સાથે પૂજનમાં બેઠા હતાં. સાબરમતી નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિરે પરત ફરી છે. 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક શરૂ થયો છે. થોડીવારમાં ભગવાનની શોડષોપચાર પૂજા શરૂ થશે .ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું.
સાબરમતી નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું ત્યારબાદ સાબરમતી નદીના મધ્યભાગમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. આ જળ ભરીને હવે શોભાયાત્રા પરત મંદિરે પરત ફરી છે. હવે થોડીક વારમાં જ ભગવાનનો આ જળથી જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવશે. પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે.
108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે. ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.મંદિરેથી ભગવાન સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે. જ્યાં તેઓ 15 દિવસ સુધી રહેશે. 24 જૂને ભગવાનનું મામેરૂ ભરાશે.
આ જળથી ભગવાનનો મહાભિષેક કરી શોડષોપચાર પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે અને જ્યાં પણ લોકો દર્શન કરી શકશે.આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના પ.પૂ મંગળપીઠાધીશ યજ્ઞસમ્રાટ ટીલાદ્વારા ગાધાચાર્ય 1008 માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.