ગુજરાતમાં 500 જેટલા ચુકાદા આપીને બની બેસેલા નકલી જજનાં 11 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મૌરીસ ક્રિશ્ચિયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો સરકારી વકિલની ધારદાર દલીલો બાદ નકલી જજ મૌરીસ ક્રિશ્ચિયને ચોકાવનારી કબુલાત કરી છે.
અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન કોર્ટ, જજ વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ કરતો હતો. આ કેસમાં અમદાવાદમાંથી પકડાયેલા નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના, કોર્ટે આગામી 3 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે.
પાલડીમાં રેવન્યુ સર્વે નંબર 306ની ટીપી 6ના ફાઇનલ 32 પ્લોટ સરકારી જમીનમાં હોવા છતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ઠાકોર બાબુજી છનાજીને દાવેદાર બનાવ્યા હતા. આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો દાવો કર્યો હતો. એટલુ જ નહીં દાવો સાચો સાબિત કરવા બાબુજી ઠાકોરે સેશન્સ કોર્ટમાં દીવાની દરખાસ્ત દાખલ પણ કરી હતી. સરકારી એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠને મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જમીન હડપવા મામલે દાવેદારની નિમણૂંક કરવામાં આવી છે. આ કેસમાં સરકારે કોઈ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી.જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો. આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
કોર્ટે નોંપ્યું હતું કે, મૌરીસ ક્રિશ્ચિયને ખુદ કોર્ટ સમક્ષની જુબાનીમાં કબૂલાત કરી છે કે, તેણે વર્ષમાં 500 જેટલા જમીન મકાનનાં કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને ચુકાદા આપ્યા છે. જેનાં આધારે જે તે જિલ્લા કલેકટરે પણ અમુક અંશે અમલવારી કરીને રેવન્યુ રેકમાં નામ દાખલ કરી દીધા હતા.
અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયો છે…
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અગાઉ પણ આ આરોપી વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 342, 144 સહિતના ગુનો દાખલ કરાયો હતો. જો કે કાર્યવાહી ન થઇ એ એક સવાલ છે. એ સમયે કાર્યવાહી કેમ ન થઇ તે અંગે પણ તપાસ થવી જોઇએ…..