મોરબીની પૂલ દુર્ઘટના બાદ હવે વડોદરા તંત્ર હરકતમાં આવ્યું છે. મહત્વનું છે કે, હવે મોરબીની ઘટના બાદ વડોદરા શહેરમાં 16 પુલની તપાસ કરવામાં આવી છે. જેમાં આ સર્વેમાં તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. જોકે રેલવેના ફૂટ બ્રિજની તળિયાની પ્લેટો કટાઈ ગઈ હોવાનું સામે આવતા રેલવેનો ફૂટ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબીમાં ઝૂલતા પુલની જે દુઃખદ ઘટના ઘટી જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમ્યાન કચ્છના ભુજ હમીરસર તળાવ પરના જર્જરિત પુલ અને આણંદ-વડોદરા બ્રિજના અહેવાલને લઈ હવે તંત્ર સફળું જાગ્યું છે. જેના તંત્ર દ્વારા ભુજ હમીરસર તળાવ પરના કૃષ્ણાજી બ્રિજ અવરજવર માટે બંધ કર્યો છે. તો આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ઉમેટા બ્રિજનું માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.
ભુજના હૃદયસામાન હમીરસર તળાવની પર આવેલો કૃષ્ણાજી પુલ છેલ્લા ઘણા સમયથી અતિ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકોએ અનેકવાર આ બાબતે ભુજ નગરપાલિકા તેમજ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કામગીરી થઇ નથી. વરસાદની સિઝનમાં આવમાં આવતા પાણી અને હમીરસર તળાવનો નજારો જોવા માટે લોકોની આ પુલ પર ભારે ભીડ એકઠી થાય છે. તો સાથોસાથ કચ્છમાં રણોત્સવમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આજ રસ્તે પસાર થતાં હોય છે,ત્યારે પાયાથી જર્જરિત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે અને જાણે નગરપાલીકા મોરબીમાં જે ઘટના ઘટી તેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે. તો હવે નગરપાલિકા દ્વારા કૃષ્ણાજી બ્રિજ અવરજવર માટે બંધ કર્યો છે. આ સાથે વાહન ચાલકો માટે બ્રિજ કરવામાં બંધ આવ્યો છે.
મહત્વનું છે કે, ઉમેટા અને સિંધરોટને જોડતો બ્રિજ 1991માં બન્યો હતો. જેની ઉપર બનેલા કઠેડા બ્રીજની હાલત જર્જરિત હોઇ અનેક જગ્યાએથી પોપડા ઉખડી ગયેલા દેખાયા હતા. આ બ્રિજ ની લંબાઈ 869.20 મીટર છે. આ બ્રિજ બોરસદ ઉમેટા – સિંધરોટ વડોદરાને જોડતો બ્રિજ છે.