વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કતારના પ્રવાસે છે. અગાઉ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં હતા. હવે કતારથી સ્વદેશ પરત ફર્યા બાદ તેઓ ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ગુજરાતની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, સોમવારે એટલે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સંભલના કલ્કી ધામની મુલાકાત લેશે. અહીં સવારે 10 વાગ્યે તેઓ કલ્કિ ધામનો શિલાન્યાસ કરશે.
આ પછી PM નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વારાણસીમાં રાત્રી રોકાણ
આ પછી પીએમ 22 થી 25 ફેબ્રુઆરી સુધી ચાર દિવસ યુપી અને ગુજરાતની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ 22 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદ, તરભ, નવસારી અને કાકરાપારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પછી તેઓ યુપી પહોંચશે અને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રાત્રિ આરામ કરશે.
પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન
આ પછી 23 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સંત ગુરુ રવિદાસ જયંતિના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. 24મી ફેબ્રુઆરી શનિવારના રોજ ફરીથી જામનગરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. 25મી ફેબ્રુઆરી રવિવારના રોજ બેટ દ્વારકામાં પ્રાર્થના કરશે અને સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. આ પછી તેઓ રાજકોટ એઈમ્સમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.