ગુજરાતમાં આજે સવારથી 182 વિધાનસભાની બેઠકોની મતગણતરીમાં બપોર સુધીમાં ગુજરાતના રાજકારણનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જેમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં ખાસ કરીને કચ્છની તમામ બેઠકોમાં કેસરિયા રંગમાં રંગાઈ ગયો છે એટલે કે ભાજપના તમામ ઉમેદાવારોનો વિજય થયો છે જ્યારે એક પણ બેઠક પર કોંગ્રેસ કે આપના ઉમેદવારો સીટ જીતવામાં સફળ થયા નથી.
- અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા
- કચ્છની માંડવી બેઠક પર ભાજપના અનિરૂદ્ધ દવે
- કચ્છની ભુજ બેઠક પર ભાજપના કેશવલાલ પટેલ
- અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા
- ગાંધીધામ બેઠક પર ભાજપના માલતિ માહેશ્વરી
- રાપર બેઠક પર વીરેન્દ્ર સિંહ જાડેજા
કચ્છની અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગાની જીત થઈ છે. ત્રિકમ છાંગાને 98 હજારથી પણ વધારે મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના રમેશ ડાંગરને 61 હજાર જેટલા મત મળ્યા છે. અંજાર વિધાનસભા બેઠક પર ભાજપે જીતની હેટ્રિક લગાવી છે. 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં અને હવે 2022ની ચૂંટણીમાં પણ ભાજપ અહીંથી જીત્યું છે. જો 2002ની વિધાનસભા ચૂંટણીને બાદ કરીએ તો 1995થી ભાજપનો કબજો છે. અગાઉ આ સીટ પર 1967થી 1990 સુધી કોંગ્રેસનો દબદબો હતો.
2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો કોંગ્રેસને 77 બેઠકો
2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી. તોં કોગ્રેસને 77 બેઠક મળી હતી જ્યારે બીટીપીને બે, એનસીપીને એક બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર આશરે 50 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 42.02 ટકા રહ્યો હતો અન્યને 4.4 ટકા અને નોટામાં 1.08 ટકા મત પડ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપને કુલ 35 બેઠકોમાંથી 25 અને કોંગ્રેસની 10 સીટો મળી હતી.