વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઇ
બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા
GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો
ગુજરાત અને દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઇ છે. ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં,છાશના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરી તેની દહી અને છાસની પ્રોડક્ટમાં રૂ.1થી લઇને રૂ.15 સુધીનો ભાવ વધારો કર્યો છે. 5 ટકા GSTની દહીં, છાસના ભાવ પર ઇફેક્ટ થઈ છે. બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા છે.આવતા મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. આ સભામાં ડેરીના કામકાજનો વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરાશે
અમૂલની અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં વધારો જાહેર કરાયો હતો.મસ્તી દહીં 400 ગ્રામ કપમાં રૂપિયા 2નો વધારો, 170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો થયો છે.મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. મંગળવારથી જ આ ભાવ વધારો લાગુ થઈ ગયો છે.
ગયા મહિને યોજાયેલી બેઠકમાં GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવે દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર સોમવારથી 5 ટકા GST ચૂકવવો પડશે. આ સિવાય અન્ય વસ્તુઓના GST સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.