સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે.
કાતર ગામમાં એક સાથે 11 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો
વખત ગ્રામીણ વિસ્તારમાં 11 સિંહો જોવા મળ્યા હતા
અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. તેની વચ્ચે રાજુલા તાલુકાના કાતર ગામમાં એક સાથે 11 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે ગામમાં ઘૂસી આવેલા સિંહના ટોળાની ગતિવિધિ ગામલોકોએ મોબાઈલમાં કેદ કરી હતી.મહત્વની વાત એ છે કે, પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારમાં 11 સિંહો જોવા મળ્યા હતા. ગીર વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ આવી ચડતા હોય છે અને ક્યારેક શિકાર પણ કરતા હોય છે
જંગલ વિસ્તારની બહાર સિંહ નીકળી જતા હોવાના કારણે રસ્તા પર અકસ્માતનો ખતરો છે. સાથે ગામમાં પણ પશુપાલકોને પોતાના પશુના રક્ષણની ચિંતા સતાવતી રહે છે.ગુજરાતમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં રાજુલા, જાફરાબાદ-પીપાવા કોસ્ટબલ બેલ્ટ વિસ્તારમાં ગણતરી થાય તો અહીં સિંહની મોટી સંખ્યા જોવા મળી શકે છે.