અમદાવાદની એક ઈમારતમાં લિફ્ટ તૂટવાની ઘટના તાજી જ છે, 8 શ્રમિકોના મોતની ગુંજ હજી સંભળાઈ રહી છે. ત્યારે સુરતમાં સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ બાદ સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતના પાંડેસરાના પેરેલિયમ એપાર્ટમેન્ટમાં આ ઘટના બીન હતી. એપાર્ટમેન્ટના 14 માં માળે બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લિફટનુ કામ કરતા એક શ્રમિક નીચે પટકાયો હતો. આટલે ઉંચેથી નીચે પટકાતા જ શ્રમિક મોતને ભેટ્યો હતો. પરંતું એટલી વારમાં બીજો શ્રમિક તેને બચાવવા ગયો હતો. જેથી તેનું પણ મૃત્યુ થયું. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ગુજરાતમાં બે દિવસના ગાળામાં જ લિફ્ટ તૂટવાની આ બીજી ઘટના છે. ત્યારે સતત બની રહેલી આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. ફરી એકવાર બેદરકારી સામે આવી છે. આવી રીતે કામ કરતા શ્રમિકોને કેમ સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. પેરેલિયમ એપાર્ટમેન્ટમાં દુર્ઘટના માટે કોણ જવાબદાર? લિફ્ટ તૂટતાં 2 શ્રમિકો મોતને ભેટ્યા તો જવાબદારી કોની? શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ? સલામતીની સ્થિતિને કેમ નજર અંદાજ કરવામાં આવી? શું શ્રમિકોને સેફ્ટીની વ્યવસ્થા આપવામાં આવી હતી? નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરોના મોત ક્યારે અટકશે? લિફ્ટ કેમ બની રહી છે મજૂરોના મોતનું કારણ? શું ઘટના પછી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી? શ્રમિકોના મોત મામલે બિલ્ડર સામે કાર્યવાહી કરાશે? નિર્માણાધીન બિલ્ડિંગમાં કેમ તૂટી રહી છે લિફ્ટ?
Friday, 22 November 2024
Trending
- ઓસ્ટ્રેલિયન બોલરોએ પર્થ ટેસ્ટમાં તબાહી મચાવી, ટીમ ઈન્ડિયા થઇ માત્ર 150 રનમાં ઓલઆઉટ
- 26 રન બનાવવા છતાં કેએલ રાહુલ બન્યો રેકોર્ડ હોલ્ડર, ટેસ્ટમાં કર્યું મોટું કારનામું
- જો શિયાળામાં વાસણો ધોતી વખતે તમારા હાથ ધ્રુજતા હોય તો અપનાવો આ ખૂબ જ અસરકારક ટિપ્સ.
- શું તમને ખબર છે IRCTC એપના આ ફીચર વિશે? ચાર્ટ તૈયાર કર્યા પછી પણ તમને કન્ફર્મ ટિકિટ મળશે.
- ડિજિટલ અરેસ્ટ ફ્રોડ પર સરકારનો મોટો હુમલો, આટલા હજાર વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થયા
- ઓસ્ટ્રેલિયામાં પણ વિરાટ કોહલીનો ફ્લોપ શો ચાલુ, 7 વર્ષમાં પહેલીવાર જોવા મળ્યું આવું શરમજનક દ્રશ્ય
- અદાણી કેસમાં વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું, ભારત સાથેના સંબંધો પર કહી આ વાત
- પીએમ મોદી યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેશન 2025નું ઉદ્ઘાટન કરશે, IFFCO કરશે હોસ્ટ