અમદાવાદમાં 54 કિમી લાંબો રોડ શો કરી ઈતિહાસ સર્જ્યા બાદ નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પહોંચ્યા છે. ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. તેમણે સભા સંબોધતા કહ્યું કે ગુજરાતની જનતાએ BJPનો ડંકો વગાડી દીધો છે. તમામ રેકોર્ડ તોડી ભાજપ જીતશે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં
પોતાની જનસભા દરમિયાન PM નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સરદાર સરોવર ડેમ મુદ્દે કોંગ્રેસને કહ્યું કે જે લોકો સરદાર સરોવર ડેમ ન બને તેના માટે પ્રયત્નો કરતા હતા, કોર્ટ-કચેરીમાં લઈ ગયા, એમના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરે છે. જેમણે આ પાણી રોક્યું તેમને માફ કરી શકાય? આ મુદ્દો ભૂલતા નહીં.
કાંકરેજની ગાય વિશે બોલ્યાં
સંબોધનમાં તેમણે કહ્યું કે થોડા અઠવાડિયા અગાઉ દિલ્હીમાં ડેરી સેક્ટરનો મોટો કાર્યક્રમ યોજાયો હતો. મેં આ કાર્યક્રમમાં કાંકરેજની ગાયોની વાત કરી હતી. હું નહીં દેશ-વિદેશમાં પણ કાંકરેજની ગાયોની વાત થાય છે.
અમદાવાદમાં યોજાયો હતો લાંબો રોડ શો
અમદાવાદમાં નરોડાથી શરૂ થયેલો વડાપ્રધાન મોદીનો રોડ શૉ સૌ પ્રથમ શહેરના કૃષ્ણનગરથી હીરાવાડી અને પછી શ્યામશિખર પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાન મોદીએ શ્યામશિખર ચાર રસ્તા પર આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.