અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી છે.
પાટણ ખાતેના બનાવમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે
નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં 58 લોકોને ઈજા પહોંચી છે.
રાજ્યમાં આજે ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં એક બનાવ પાટણ જિલ્લામાં બન્યો છે. નર્મદા જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે, તો અમદાવાદ-મહેસાણા હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી છે. પાટણ ખાતેના બનાવમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં 58 લોકોને ઈજા પહોંચી છે. સબનસીબે ત્રણેય બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત જરૂર થયા છે.
મળતી માહિતી પ્રમાણે પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે એક બસની ટક્કર થઈ ગઈ હતી. ખાનગી લક્ઝરી બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માતમાં 25 લોકોને ઈજા પહોંચી હતી. 25માંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ લોકોને 108 મારફતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.અંકલેશ્વર જતી એસ.ટી. બસને અકસ્માત: અકસ્માતનો બીજો એક બનાવ નર્મદાના સામરપાડા પાસે બન્યો છે. જેમાં નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી બસને અકસ્માત નડ્યો છે. બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.