અમદાવાદથી સુરત જતાં નેશનલ હાઈવે 48 પર કોસંબા ગામની સીમમાં ડમ્પર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બસના ડ્રાઈવર સહિત 2 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા કોસંબાની સીમ નજીકથી એક ડમ્પર ચાલક પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા ડમ્પર ચાલકે પણ બ્રેક મારી હતી. જેથી પાછળ પુરપાટ આવી રહેલી લક્ઝરી બસ ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર ટકરાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ આખી ચીરાઈ ગઈ હતી. જ્યારે બસમાંથી લોકોને કાઢવા માટે ક્રેન બોલાવવાની ફરડ પડી હતી. બસના પતરા ચીરીને લોકોને બહાર કાઠવામાં આવ્યા હતા.
આ અકસ્માત બસના ડ્રાઈવર સહિત કુલ 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જેમની ઓળખ આ અકસ્માતમાં મૃતકોની ઓળખ જગદીશભાઈ દલસાણીયા (બસનો ડ્રાઈવર) અને મિતેશ માવજી જાદવાણી તરીકે થઈ છે. જ્યારે રેખાબેન વાદેચા, નિશા વાદેચા, દ્રષ્ટિ પટેલ, ધીરુભાઈ રોજીયા અને વિઠ્ઠલભાઈ માવલિયા ઈજાગ્રસ્ત થતાં તેઓને 108ની 3 જેટલી એમ્બ્યુલન્સની મદદથી કામરેજની દીનબંધુ તેમજ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.