ગુજરાત ચૂંટણી નજીક આવી છે ત્યારે રાજ્યમાં તમામ પક્ષો પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યુ છે. જે નીચે પ્રમાણે છે.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં બે યાદીમાં 19 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે.