ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારોમાં મતદાન કરવા ઉભા છે. તેવામાં મોરબીમાં એક મતદાન જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ એક મહિલાએ પૂરુ પાડ્યું છે.
મહિલાની તબિયત નાદુરસ્ત હોવાથી તેને બોટલ ચડાવવામાં આવી હતી પરંતુ મતદાન કરવાનું હોવાથી તેઓ ખરાબ તબિયત હોવા છતા મતદાન કરવા પહોંચ્યા હતાં.
તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે મતદાન (Voting) એ આપણો અધિકાર છે ત્યારે આ અધિકારનો ઉપયોગ કરવા માટે હું મારી તબિયત નાદુરસ્ત હોવા છતા મતદાન કરવા પહોંચી છું. તો તમે પણ સૌ સમય મળે એટલે મતદાન કરવા પહોંચજો.