રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણે 2 બચ્ચાને જન્મ આપ્યો છે. સફેદ માદા વાઘણ કાવેરીએ 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે પ્રથમ વખત 5-12-2022ના રોજ સવારના સમયે 2 સફેદ બાળ વાઘનો જન્મ થયેલ છે. માતા કાવેરી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે.
ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે. બંને બાળને હાલ માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે
રાજકોટ ઝૂમાં અત્યાર સુધી 13 વાઘ બાળ જન્મ્યા
રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 13 સફેદ વાઘ બાળનો જન્મ થયો છે. જેમાંથી ગાયત્રી નામની વાઘણે 10, યશોધરા વાઘણે 1 બચ્, કાવેરી વાઘણે 2 બચ્ચાંને જન્મ આપ્યો છે.