ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી
6 મહિનામાં બીજી વાર બાળકી પડવાની ઘટના
પાઇનવિન્ટા નામની હોટલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
રાજકોટના ગોંડલ રોડ સ્થિત પાઇનવિન્ટા નામની હોટલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 6 મહિનામાં બીજી વાર અઢી વર્ષની બાળકી બારીમાંથી નીચે પડી હતી. જેને પગલે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ પહેલા પણ હોટલના ચોથા માળેથી પટકાતાં દોઢ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે પાઇનવિન્ટા હોટેલના માલિક વલ્લભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ગ્રીલ કે આડશ દાખલ કરવી હોય તો ફાયર શાખાની પરવાનગી લેવી પડે. એ માટે મેં હોટેલના મેનેજરને કહ્યું હતું કે કઈ રીતે કાર્યવાહી કરવી એ સમજી લેવું. આ બાળકી કોણ છે. તેનો પરિવાર ક્યાંથી આવ્યો એ હજુ મારે પણ તપાસ કરવી પડશે.
આજથી 6 મહિના પહેલા 1 ડિસેમ્બરના રોજ રાજકોટમાં પુણેના રહેવાસી માનસીબેન ગોહેલ રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. તેની પુત્રીનું નામ નિત્યા છે તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ ગોહેલ છે.
આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતાં રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો નહોતો.રમતાં રમતાં નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતાં તેણે બૂમો પાડતાં હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું