ભાવનગર – ધોલેરા માર્ગ પર અધેલાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અમદાવાદના વિરાટનગરનો પરિવાર પાલિતાણાથી દર્શન કરીને અમદાવાદ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના બાળક, પુરુષ, મહિલાઓ સહિત 5ના મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી.
આ ગમખ્વાર અકસ્માતને કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે આવીને જરૂરી કામગીરી કરી હતી.
અકસ્માતની જાણ થતા 108ની ટીમનો કાફલો પણ ઘટનાસ્થળે આવી ગયો હતો. મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. આ પરિવાર અમદાવાદના વિરાટનગરના હતા. તેઓ પાલિતાણા મહાતીર્થે દર્શન કરી અને પરત અમદાવાદ જતા હતા.
આ ગોઝારા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ અંગે ઘટનાસ્થળેથી એક આધારકાર્ડ પણ મળ્યું છે તેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન નામ લખ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીનું પડીકું વળી ગયું હતું. કેટલાક મૃતદેહોને ગાડીના પતરા ફાડીને બહાર કાઢવા પડ્યા હતા.
રાજસ્થાનનો જૈન પરિવાર પાલિતાણા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 બાળક, 2 મહિલા અને 3 પુરૂષોનાં મોત નિપજ્યા હતા. 5 લોકોનાં મોતના સમાચારથી ભારે ગમગીની પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અને 108ની ટીમ ધટના અંગે માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ભાવનગરથી ઘટનાની ગંભીરતા જોતા ડોક્ટરની એક ખાસ ટીમ પણ રવાના કરવામાં આવી હતી.
જો કે અકસ્માતમાં કોઇ પણ બચી શક્યું નહોતું. 5 લોકોના મોત નિપજ્યાં હતા મૃતક પૈકી 1 વ્યક્તિ મહાવીરકુમાર રતનલાલ જૈન હોવાનું સામે આવ્યું છે