દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય કેરલ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગણા સોમનાથની શિવભક્તિમાં લીન બન્યા હતા. IPS અધિકારી પી.વિજયન દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા આંદોલન “પુણ્યમ પુંગાવનમ”ના અનુરોધ બાદ સોમનાથ ટ્રસ્ટે સમગ્ર દક્ષિણ ભારતને સોમનાથ મહાદેવના દર્શન અને આરતીનો લાભ આપ્યો હતો. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સાથે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યો ઓનલાઇન પૂજન દર્શન અને આરતીનો લાભ લેવા જોડાયા હતા. 5 રાજ્યોના 51 મંદિરોમાં 1001 થી વધુ ભાવિકોએ પૂજન કર્યું હતું અને અન્ય હજારોની માત્રામાં ભક્તો આ અદભુત કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.
સોમનાથ સાથે જોડાયું દક્ષિણનું પ્રસિદ્ધ પુણ્યમ પુંગાવનમ સમૂહ
ભારતમાં મહત્વપૂર્ણ ધર્મસ્થાન છે ઐયપ્પા મંદિર સાથે જેવી આસ્થા જોડાયેલી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે આવે છે. ત્યારે વિસ્તારમાં કચરાના ઢગલાઓ મોટી સમસ્યા હતી જે સમસ્યાનું નિરાકરણ લાવવા IPS અધિકારી પી.વીજયન દ્વારા “પુણ્યમ પુંગાવનમ” પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેથી તીર્થમાં સ્વચ્છતા સ્થાપવામાં સફળતા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ ણ મન કી બાત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. ત્યારે પુણ્યમ પુંગાવનમ સ્વયંસેવકો અને સોમનાથ મંદિર ટ્રસ્ટ એક ઐતિહાસિક કાર્ય કરવા માટે સાથે આવ્યા હતા. દક્ષિણના કેરળ,તામિલનાડુ,કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણા પાડોશી રાજ્યોના 51 થી વધુ પ્રખ્યાત શિવ મંદિરોને એક સાથે ગુજરાતના સોમનાથ મંદિર સાથે જોડાયા હતા. આ 51 સ્થાનોથી 1001 ભક્તો ઓનલાઇન માધ્યમથી સોમનાથ મંદિરની વર્ચ્યુઅલ શિવપૂજા અને આરતીમાં જોડાયા હતા.
સોમનાથ અધ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય
સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે. જેના અંતર્ગત ટ્રસ્ટ અધ્યાત્મ અને આધુનિકીકરણ નું અદભુત સમન્વય બન્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વભરના કરોડો લોકો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન અને ઓનલાઇન પૂજાની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ જ ઓનલાઇન પૂજાની સુવિધાનો લાભ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્ય સાથે દક્ષિણ ભારતના 5 પ્રમુખ રાજ્યોના હજારો ભાવિકો જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા દક્ષિણના 51 મંદિરોના સોમનાથ સાથે જોડાવાના આ ઉત્તમ આયોજનને બિરદાવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. IPS પી. વિજયન દ્વારા પુણ્યમ પુંગાવનમ ના વિચાર અને સ્વચ્છતા અને પર્યાવરણને લગતા સમૂહના કાર્યો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો સાથે જ તેઓએ સોમનાથ ટ્રસ્ટની આ રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઈન પૂજાની સેવાને બિરદાવી હતી.
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા સોમનાથ ટ્રસ્ટના પર્યાવરણવાદી અભિગમ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. કઈ રીતે સોમનાથ ટ્રસ્ટ ઝીરો એનવાયરમેન્ટલ ડિસ્ચાર્જ પર પહોંચ્યું છે, પ્રતિ માસ 20 થી 25 લાખ લિટર સુએઝ ના પાણીને ઉપયોગ લાયક બનાવવામાં આવે છે, કઈ રીતે કોઈપણ એરકન્ડિશન વગર સોમનાથ મંદિરનું તાપમાન વાતાવરણથી 6° ડિગ્રી નીચું લાવવામાં આવે છે, કઈ રીતે વિશાળ પાર્કિંગમાં સૂર્યઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરાય છે. આવી ટ્રસ્ટની અનેકવિધ પર્યાવરણ લક્ષી પહેલ વિશે તેઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી.દક્ષિણથી ઉત્તર તરફનીઆ અનંત યાત્રામાં શિવભક્તોને સાક્ષાત તેમના નજીકના પ્રસિદ્ધ શિવ મંદિર સાથે અને ઓનલાઇન માધ્યમથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર સાથે જોડવામાં આવ્યા હતા.