Gujarat News : ભાવનરગ જિલ્લામાં યુવાનો પશુપાલન કરી રહ્યાં છે અને સારી કમાણી કરે છે. ત્રક પાલડી ગામનાં પશુપાલક પાસે 4.50 લાખની કિંમતની ગીર ગાય છે. આ ગાય રોજનું 16 લિટર દૂધ આપે છે.
ભાવનગર: ભાવનગર જિલ્લામાં યુવા પશુપાલન વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. યુવાઓ સારી નસલની ગીર ગાય અને ભેંસ રાખે છે અને દૂધ ઉત્પાદન મેળવે છે.
ગીર ગાયની સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયા કિંમત છે અને દૂધની કિંમત 70 રૂપિયાથી 100 રૂપિયા છે. ગાય મહિને 30થી 40 હજાર રૂપિયાનું આપે છે. દૂધ ઉત્પાદન પશુપાલન કરે છે. લાખો રૂપિયાની દૂધમાંથી કમાણી કરે છે.
ગુજરાતમાં જુદા જુદા પ્રકારની ગાય જોવા મળે છે. ગીર ગાય પ્રખ્યાત છે. પરંતુ કપિલા ગાય પણ વિશેષ મહત્વ ધરાવે છે. ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવેલા ત્રક પાલડી ગામના પશુપાલક પાસે 4.50 લાખ રૂપિયા કિંમતની ગાય છે.ગાય રોજનું 16 લિટર દૂધ આપે છે.
આપણી હિન્દૂ સંસ્કૃતિમાં ગીર ગાયનું અનોખું મહત્વ છે. ગાયમાં દૂધમાં સુવર્ણ(સોનાનાં) અંશ હોવાનું સંશોધનમાં સામે આવ્યું હતું.ભાવનગર જિલ્લામાં અનેક વ્યક્તિઓ પાસે શ્પલા, શ્વેત કપિલા તેમજ ગીર ગાય જોવા મળે છે. ભાવનગર જિલ્લાના ત્રક ગામના પશુપાલક હરપાલસિંહ ગોહિલે ગીર ગાય રાખે છે અને આ ગાયની કિંમત લાખો રૂપિયા છે.
હરપાલસિંહ એ જણાવ્યું કે, પોતે BA સુધી અભ્યાસ કર્યો છે. હાલ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાયનું સમગ્ર ભારત દેશમાં વેચાણ કરે છે.
ગીર ગાયની લાખો રૂપિયા કિંમત પણ બોલાય છે. હરપાલસિંહ એ જણાવ્યું કે, પોતાની પાસે એક ગીર ગાય છે. ગાયની કિંમત 4,50, 000 રૂપિયા છે અને આ ગાય 16 લિટર દૂધ આપે છે.