ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા થશે
રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે
આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા કરાશે આ સાથે મહેસૂલ વિભાગના કાયદામાં સુધારો, વિવિધ વિભાગના બજેટની નાણાંકીય મંજૂરીની બાબત અને ચણાની ખરીદી બાબતે ચર્ચા થઈ શકે છે.
રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા
મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યુ છે. એટલે કે હજી ઉનાળો આખો લેવાનો બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે
રાજ્યના કુલ 207 ડેમમાં 39 ટકા જેટલું પાણી બચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ 207 ડેમમાં 39 ટકા જેટલું પાણી બચ્યું છે. જ્યારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત 13 જિલ્લાના ડેમ ખાલી છે. વાત કરીએ કચ્છના 20 ડેમની તો તેમાં વાપરવા માટે 14.21 % ,ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 9.48% , મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 43.03% તેમજ દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 59.12% અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં વાપરવાનું 37.03% જ પાણી બચ્યું છે.