વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓને જે-તે કોલેજ પ્રવેશ આપતી હતી. તેમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કેન્દ્રીય પદ્ધતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટીથી કરાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં વડીયાની નવી એમ.ડી. કહોર કોલેજનું યુનિવર્સિટી સાથેનું જોડાણ નામંજૂર કરાયું. તેમજ પરીક્ષાના CCTV પણ હવે સત્તાધિશો અને મીડિયા જ નીહાળી શકશે.
તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સેન્ટ્રલાઈઝ એડમિશન સહિતના મુદ્દે ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. જ્યાર બાદ તમામ સભ્યોએ નવા વર્ષથી તમામ કોલેજોમાં તમામ ફેકલ્ટીનો પ્રવેશ સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટી કક્ષાએથી કરવા નિર્ણય લીધો હતો. સિન્ડિકેટ બેઠકમાં વડીયાની એમ.ડી.કહોર કોલેજને ખાનગીનું જોડાણ આપવાનું નામંજૂર કર્યું હતું.
મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ સિન્ડિકેટ સભ્યોનો ઘેરાવ કર્યો હતો. જેમાં ભવનોમાં ઘટતી સંખ્યા બાબતે ગંભીર વિચારણા કરવામાં આવે, ટીચિંગની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થાય, સાયન્સના ભવનો કે જ્યાં વધુ ફેર્મ ભરાય છે ત્યાં બેઠકો વધારો તેમજ લૉ કોલેજો કેટલી નિયમ મુજબ ચાલે છે તે સહિતના પ્રશ્નો પૂછાયા હતા. તદુપરાંત નોન ટીચિંગના કાયમી કર્મીમાંથી કોઈનું ચાલુ ફરજે અવસાન થાય અને પેન્શન યોજનામાં ન હોય તેવાને રૂ. 20 લાખ આપવામાં આવે.