ભાવનગરના અલંગ શિપયાર્ડમાં વધુ એક ક્રુઝ જહાજ ભંગાવા આવ્યું છે. 12 માળનું આધુનિક સુવિધાઓવાળુ સિંગા નામનું ક્રૂઝ શિપ અલંગમાં ભંગાણાર્થે આવ્યું છે. સિંગા નામનું પેસેન્જર શિપ અલંગનાં મધદરિયે આવી પહોંચ્યું છે. પેસેન્જર શિપમાં ડાન્સ ક્લબ, મોલ, સ્વીમિંગ પૂલ, જીમ, સ્પા સહિતની તમામ સગવડો છે. ભાવનગરનાં અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં વ્યાપેલી મંદીની વચ્ચે એક ક્રુઝ જહાજ ભાંગવા માટે આવતા સળવળાટ થયો છે.
જોકે, આ ક્રુઝ જહાજમાં અતિ આધૂનિક સવલતો સગવડતા છે અને જે ભંગાણાર્થે અલંગનાં મધદરિયે આવી પહોંચ્યુ છે. એમ.વી. સિંગા (જૂનુ નામ ઝેનિથ) અલંગ ખાતેના પ્લોટ નં.15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું છે. આ શિપ 22158 મેટ્રિક ટન વજન ધરાવતા ક્રુઝ જહાજમાં મુસાફરો માટે કુલ 12 માળમાં તરતી 5 સ્ટાર હોટલ જેવી સગવડતાઓ ધરાવે છે. સિંગા નામનું આ જહાજ 208 મીટર લાંબુ અને 29 મીટર પહોળું છ, તથા તેની ઉંડાઇ 24 મીટર છે.
વર્ષ 1992માં એટલે કે 30 વર્ષ પહેલા સિંગા ક્રુઝ જહાજને મુસાફરો માટે તરતું મુકવામાં આવ્યું હતું. આ સિંગા ક્રુઝ જહાજનાં ચાર વખત તેના માલિક બદલાયા અને આધુનિક સગવડતાઓ તેમાં ઉમેરવામાં આવી હતી. તેમજ સમયસર તેની મરામત પણ કરાવવામાં આવતી હતી. આ ક્રુઝમાં મુસાફરો માટે ડાન્સ કલબ, 4 રેસ્ટોરન્ટ, 1360 મુસાફરોનો સમાવેશ કરવા માટેની આધૂનિક કેબિનો, શોપિંગ મોલ, સ્વીમિંગ પૂલ, ઝાકૂઝી, જીમ, સ્પા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્પોર્ટ્સ સેન્ટર, મેડિકલ સેન્ટર સહિતની સગવડતાઓ આ ક્રુઝ જહાજ સિંગા (ઝેનિથ)માં સામેલ છે. અલંગમાં વધુ એક ક્રુઝ જહાજ ભંગાવા આવ્યુ છે.
એમ.વી સિંગા નામનું અને આધુનિક સવલતો ધરાવતું 12 માળનું એક ક્રુઝ જહાજ ભાવનગરના અલંગ ખાતે ભંગાણ માટે આવતા મંદીના માહોલ વચ્ચે ફરી આશાનું કિરણ ફૂટી નીકળ્યું. મુસાફરો માટે ડાન્સ કલબ, 4 રેસ્ટોરન્ટ, 1360 મુસાફરોનો સમાવેશ થઈ શકે તે માટે આધૂનિક કેબિન, શોપિંગ મોલ, સ્વીમિંગ પૂલ, ઝાકૂઝી, જીમ, સ્પા, સહિતની સુવિધાઓ છે.